*પીએમ મોદી અને સીએએ વિરુદ્ધ લખાણ લખવામાં આવતા પોલીસ થઈ દોડતી*

કર્ણાટકની રાજધાની બેંગલુરુના સૌથી સુરક્ષીત કહેવાતા વિસ્તારમાં ડિફેન્સ એન્કલેવ કમ્પાઉન્ડની દિવાલ પર નાગરિકતા કાયદો તેમજ પીએમ મોદી વિરૂદ્ધ ગ્રેફિટી બનાવવામાં આવતા હડકંપ મચી ગયો. કમ્પાઉન્ડની બાજુમાં આવેલી કોલેજ બિલ્ડીંગમાં પણ નાગરિકતા કાયદાનો વિરોધ કરતું લખાણ જોવા મળ્યું. મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. તેમજ લખાણ દૂર કરવાની કવાયત હાથ ધરી. આ એનસીસી ઓફિસ સંદીપ ઉન્નીકૃષ્ણન એન્ક્લેવથી 200 મીટર દૂર છે. જો કે આ ગ્રેફિટી કોણે અને ક્યારે બનાવી તે હજુ જાણી શકાયું નથી.