*ગૌવંશમાં પકડાય તો છોડાવવા ભલામણ ન કરો ભાજપના સ્ટીકર લગાવી થાય છે હેરાફેરી*

ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ પર કટાક્ષ કરતા કહ્યુ કે તમારે તે વાતનો ખુલાસો કરવો જોઈએ કે તમે ગાય કાપવાવાળાઓ સાથે છો કે તેની વિરુદ્ધમાં છો. વાહન પર ભાજપના સ્ટીકર લગાવીને ગૌવંશ હેરાફેરી કરવામાં આવે છે અને આ ભાજપને બદનામ કરવાનો કારસો છે. તેવો આક્ષેપ પ્રદીપસિંહે લગાવ્યો હતા. ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું, સુરત નંબર વન