*રૂપાણીના હોમટાઉનમાં ડખા નેતા કાર્યક્રમમાં ખુરશી છોડી ઉભા થઈ ગયા*

રાજકોટમાં કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવોને સ્ટેજ ઉપર જ્યાં બેસાડવામાં આવ્યા હતા. તેમાં મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનને સ્થાન આપવામાં નહીં આવતા નારાજગી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહાનગરપાલીકા દ્વારા કુપોષણનો કાર્યક્રમ હોવા છતાં સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેનને દર્શકોની ખુરશીમાં સ્થાન મનામણા બાદ મામલો થાળે પડયો.