રાજપીપળા BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરો પકડાયા

રાજપીપળા BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરો પકડાયા

રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ૨૫ કિ.ગ્રા.તાંબાના તારના
મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા

એલ.સી.બી. નર્મદા પોલીસનું ઑપરેશન

રાજપીપલા, તા22

રાજપીપલા પોલીસ મથક મા નોધાયેલ રાજપીપળા BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરી નો ભેદ ઉકેલવામાં એલસીબી નર્મદા પોલીસને સફળતા મળી છે. આ ગુનામા સંડોવાયેલ ત્રણ. રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ૨૫ કિ.ગ્રા.તાંબાના તારનો મુદ્દામાલ ઝડપી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી
તથા સ્ટાફના માણસો દ્વારાજીલ્લામાં બનતા મિલ્કતના ગુનાઓને ડીટેક્ટકરવાના પ્રયત્નોના ભાગરૂપે રાજપીપળા ટાઉન
વિસ્તારનામાં BSNL ટેલીફોન કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ ચોરી થઈ હતી જેની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમાં નોંધાઈ હતી જેની સઘનતપાસ હાથ ધરતા 25કિ.ગ્રા.
તાંબાનો તાર નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે
જેમાં જે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાયેલ તે બે આરોપીઓ
(૧) અમીતભાઇ મુળજીભાઇ વસાવા (૨) જીગરભાઇ અમૃતભાઇ વસાવા (બન્ને રહે, ટેકરા
ફળિયા રાજપીપળા) એ કેબલ ચોરી કરેલ હોય આરોપી અમીતભાઇના ઘરે ઝડતીતપાસ કરતા કેબલ ઉપરના પ્લાસ્ટીકના ઇસ્યુલેશન કવર તથા સળગાવેલ તાંબાના તાર પાંચ કિ.ગ્રા. જેટલા
મળી આવતા બન્ને આરોપીઓને ને ઝડપી પાડી ગુનાના કામે વિશેષ પુછપરછ કરતા
તેઓએ આ કેબલ ચોરી કરી બીજા કેબલનું ઇસ્યુલેશન કાઢી તાંબાના તાર આરોપી કાદરભાઇ
મોહમંદભાઇ શેખ( રહે, ખત્રીવાડરાજપીપલા)ની ભંગારની દુકાને વેચાણ આપેલ હોવાની કબુલાત કરતાપોલીસે કાદરભાઇની ભંગારની દુકાનેથી ૨૦ કિલો તાંબાનો તાર કબજે કર્યો હતો. આમ કુલ્લે ૨૫ કિ.ગ્રા.તાંબાનો તાર
જેની કુલ્લે કિ.રૂ. ૧૦,૦૦૦/-ના મુદ્દમાલ સાથે ત્રણે આરોપીઓનેઝડપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા