સ્ટેચયુ ઓફ યુનિટીને રેલવે લાઇનથી જોડી લોકાર્પણ કરવાનું
કાઉન્ટ ડાઉન શરૂ
રેલવે દ્વારા અગાઉ જાહેર કરેલી 8 ટ્રેનમાં શતાબ્દી
અને એક મેમુનો વધારો કરી કુલ 10 ટ્રેન ચલાવાનો નિર્ણય કરાયો
પ્રતાપનગરથી રોજ 3 મેમુ ચાલશે
સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે રોજ 1.20 લાખ મુલાકાતી આવવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે.
બરોડા એક્સપ્રેસ કેવડિયા સુધી લંબાવાઈ છે, જ્યારે મુંબઈ સેન્ટ્રલને બદલે
દાદર સુધી ટૂંકાવાઈ છે.
રાજપીપળા તા 10
દેશ નું સૌવ પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કેવડિયા ખાતે બની રહ્યું છે સ્ટેચયુ ઓફ યુનિટીને રેલવે લાઇનથી જોડી લોકાર્પણ
કરવાનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. 14 મીએ કેવડિયા-ચાણોદ રેલવે લાઈનનો સીઆરએસ થનાર છે ત્યારે રેલવે દ્વારા અગાઉ જાહેર કરેલી 8 ટ્રેનમાં શતાબ્દી
અને એક મેમુનો વધારો કરી કુલ 10 ટ્રેન ચલાવાનો નિર્ણય કર્યો છે.
પ્રતાપનગરથી રોજ 3 મેમુ ચાલશે
વડોદરા ડિવિઝનના ઉચ્ચાધિકારીનાં જણાવ્યા મુજબ સ્ટેચયુ ઓફ યુનિટી ખાતે રોજ 1.20 લાખ મુલાકાતી આવવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે. જેમાં રેલવે 20 હજાર લોકોને
રોજ વહન કરે તે માટે ટ્રેન-કોચ વધારાઈ રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી કેવડિયા જવા આવનાર ટ્રેન વડોદરાથી સીધી કેવડિયા ઊભી રહેશે. 82 કિમીના રૂટ પર
એક કલાક 20 મિનિટમાં ટ્રેન પહોંચશે.
પ્રતાપનગરથી રોજની 3 મેમુ ટ્રેન ચાલશે, જે તમામ નાનાં સ્ટેશનોને આવરી લેશે. બરોડા એક્સપ્રેસ કેવડિયા સુધી લંબાવાઈ છે, જ્યારે મુંબઈ સેન્ટ્રલને બદલે
દાદર સુધી ટૂંકાવાઈ છે. સૂત્રો મુજબ ટ્રેનનો મેન્ટેનન્સ દાદરમાં થતું હોવાને પગલે આ નિર્ણય લીધો છે.જ્યારથી સીએમ વિજય રૂપાણી એ 16 જાન્યુઆરી ના
રોજ pm મોદી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી છે ત્યારેથી રેલવે અધિકારીઓ માં દોડધામ મચી ગઇ છેવિશ્વામિત્રીથી પ્રતાપનગર થઈ ડભોઇ સુધીની
ઇલેક્ટિફિકેશન લાઈનનું શનિવારે કમિશનર ઓફ રેલવે સેફટીએ ઇન્સ્પેક્શન કર્યું હતું. સવારે 9:30 વાગે શરૂ થયા બાદ વિશ્વામિત્રીથી પ્રતાપનગર સુધી 4
કિમીની લાઈન ચકાસણીમાં દોઢ વાગ્યા સુધીનો સમય ગયો હતો. બપોરે 2 વાગે ડીઝલ એન્જિન અને 6 કોચ સાથે દોડનારી ઇન્સ્પેક્શન ગ્રીન 4 વાગ્યાના
સુમારે રવાના થઈ હતી.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા