દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ, વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષના તેરસના દિવસે ઉજવવામાં આવે

🙏જય વિશ્વકર્મા દાદા 🙏

 

🙏દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા છે, ભગવાને જ સોનાની લંકા અને દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હિન્દુ પંચાંગ મુજબ, વિશ્વકર્મા જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષના તેરસના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં વિશ્વકર્મા જયંતિ આજે 22 ફેબ્રુઆરી 2024નાં રોજ ઉજવવામાં આવશે. વિશ્વકર્મા જયંતિના દિવસે સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવતાઓના કારીગર ભગવાન વિશ્વકર્મા તેમના સાધનો અને મશીનરી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. વિશ્વકર્મા જયંતિની તારીખને લઈને મતભેદો પણ છે. ગુજરાતમાં આ તહેવાર મહા મહિનામાં ઉજવવામાં આવે છે તો ઉત્તર ભારતમાં ફેબ્રુઆરીમાં અને દક્ષિણ ભારતમાં સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવે છે🙏

 

 

🙏ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ભગવાન વિશ્વકર્મા દેવી-દેવતાઓ સાથે સંબંધિત તમામ નિર્માણનું કામ કરે છે. વિશ્વકર્માજીએ ત્રેતાયુગમાં સુવર્ણ લંકાનું નિર્માણ કર્યું હતું. પુષ્પક વિમાન,દ્વાપર યુગમાં શહેર દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. આ સિવાય દેવતાઓના મહેલો, રથ અને શસ્ત્રો પણ વિશ્વકર્માએ જ બનાવ્યા છે. આ તહેવાર એવા લોકો માટે ખૂબ જ ખાસ છે જેઓ બાંધકામના કામ સાથે જોડાયેલા છે, જેમ કે ઘર બનાવનારા, ફર્નિચર બનાવનારા, મશીનરી સાથે જોડાયેલા લોકો, ફેક્ટરીઓ સાથે જોડાયેલા લોકો માટે આ તહેવારનું અનેરું મહત્ત્વ છે. આ બધા લોકો માટે વિશ્વકર્મા જયંતિ એક મોટો તહેવાર છે🙏

 

🙏સોનાની લંકા સાથે માન્યતા જોડાયેલી છે વિશ્વકર્મા જીના વિશેષ કામ પૈકી એક છે સુવર્ણ લંકાનું નિર્માણ. લંકા વિશે આમ તો ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તો એવી પણ માન્યતા છે કે અસુરો માલ્યવાન, સુમાલી અને માલીએ વિશ્વકર્માને અસુરો માટે એક વિશાળ ઇમારત બનાવવાની વિનંતી કરી હતી. આ ત્રણેય અસુરોની પ્રાર્થના સાંભળીને વિશ્વકર્માજીએ સમુદ્ર કિનારે ત્રિકુટ નામના પર્વત પર સોનાની લંકા બનાવી હતી🙏

 

🙏તો સોનાની લંકાને લઈને બીજી માન્યતા એવી પણ છે કે સુવર્ણ લંકાના રાજા કુબેર દેવ હતા. રાવણ કુબેર દેવનો સાવકો ભાઈ હતો. જ્યારે રાવણ શક્તિશાળી બન્યો ત્યારે તેણે તેના ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી. વિશ્વકર્માજીએ કુબેર માટે પુષ્પક વિમાન પણ બનાવ્યું હતું, તો આ વિમાન પણ રાવણે છીનવી લીધું હતું🙏

 

🙏શ્રી કૃષ્ણના કહેવાથી દ્વારકા નગરી બનાવવામાં આવી દ્વાપર યુગમાં જ્યારે શ્રી કૃષ્ણએ કંસને વશ કરી લીધો ત્યારે કંસના સસરા જરાસંધે શ્રી કૃષ્ણને મારવા માટે મથુરા પર વારંવાર આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. શ્રી કૃષ્ણ અને બલરામ દરેક વખતે તેને હરાવી દેતા હતા, પરંતુ જ્યારે જરાસંધના હુમલાઓ વધવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ મથુરાની રક્ષા માટે મથુરા છોડી દેવાનુંનક્કી કર્યું હતું. તે સમયે શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને સલામત સ્થળે અલગ શહેર બનાવવાનું કહ્યું હતું. આ પછી વિશ્વકર્માજીએ દ્વારકા શહેરનું નિર્માણ કર્યું અને કૃષ્ણ-બલરામ અને યદુવંશી દ્વારકા શહેરમાં રહેવા લાગ્યા હતાં🙏

 

 

🙏આજના પવિત્ર અને પાવન દિવસે ફેકટરી માં રાખેલા સાધનોની પૂજા અચૂક કરવી જોઈએ, જો તમે વિદ્યાર્થી, શિક્ષક છો તો વિશ્વકર્મા પૂજાના દિવસે તમારા પુસ્તક અને પેનની અવશ્ય પૂજા કરો.

આ દિવસે તમારા રોજગાર સંબંધિત વસ્તુઓને સ્વચ્છ રાખો, તે દિવસે તેને વ્યવસ્થિત રીતે રાખો.

આ દિવસે ઘરમાં રાખવામાં આવેલા મહત્વપૂર્ણ ઉપકરણોને ધૂપ અને દિવા કરવા જોઈએ🙏

 

🚩વિશ્ર્વકમાઁ જન્મ જયંતિ નિમિત્તે આપ સવઁ ને હાદીકઁ શુભકામના ઓ પાઠવું છુ . આપ પરીવાર ઉત્તરો નોકરી ધંધા માં ઉત્તર પ઼ઞતિ કરો તથા તદુરસ્તમય જીવન પ઼ાપ્ત થાય તેવી વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના 🚩