*જતમલેક શિક્ષણ સમાજ ટ્રસ્ટ જામનગર દ્વારા ASI બસીરભાઈ મલેકનું કરાયું સન્માન*
જામનગર, સંજીવ રાજપૂત: 15 ઓગસ્ટ 2024 નાં સરકાર તરફથી ASI બસીરભાઈ મલેક ને મળેલ રાષ્ટ્પતિ એવોર્ડ અંગે જત મલેક શિક્ષણ સમાજ ટ્રસ્ટ જામનગર દ્વારા મલેક જમાત ખાનામાં બસીરભાઈ મલેક નો સન્માન કાર્યક્રમ રાખેલ જેમાં જતમલેક શિક્ષણ ટ્રસ્ટ પ્રમુખ મહંમદ હાજી સાહેબ તથા ટ્રસ્ટી ઓ રજાકભાઈ હનીફભાઇ તેમજ માઈસાહેબમાં મુળીલા ઉર્ષ કમીટી ઈનુસભાઈ. ઈસબભાઈ. બોદું ભાઈ. ભીખુભાઈ.તથા જતમલેક સમાજ ગુજરાત ના મંત્રી સાજીતભાઈ.
ખજાનચી કરીમભાઈ તેમજ જવાહર નગર મલેક જમાત ખાના આગેવાન હબીબભાઈ અનુભાઈ મિસ્ત્રી ઈબાહીમભાઈ તથા ધુરવાળ ઉર્ષ કમીટીના રફીકભાઈ. બસીરભાઈ તથા નાઝ પીસીઓ ગૃપના તારીફભાઈ તથા તેની ટીમ તથા મોલાના અબ્દુલ ભાઈ તથા જતમલેક સમાજના જામનગર શહેર જીલ્લામાંથી બહોળા લોકો આ સન્માન કાર્યક્રમ હાજર રહ્યા હતા.