અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !

આવો સાહેબ…આવો…આવો…અહિં તમારી ગાડી મૂકી દો….પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ વાળી જમીન એની નહોતી, સરકારી હતી)*…બસ ખાલી આ બીજા નંબર ની દુકાન પર થી પ્રસાદ લઈ લો. *(જો પ્રસાદ ન લો તો દર્શન કરી ને પાછા આવો ત્યાં સુધી માં તમારી ગાડી ની હવા નીકળી જાય અથવા તમારી ગાડી ને લીસોટા પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોઈ તમારી ઈચ્છા ન હોવાં છતાં તેમની બતાવેલી દુકાને થી પ્રસાદ લઈ લેવું વૈચારીક રીતે હિતાવહ છે.)*

લાવો પ્રસાદ….બોલો સાહેબ શું શું આપુ કહીં, કંઈ બોલીએ તે પહેલા જ દુકાનવાળા ભાઈ એ તો થેલીમાં શ્રીફળ, ચુંદડી ને એને મનફાવે તેમ બધું ભરવા માંડ્યુ. ત્યાં જ મેં કહ્યુ ભાઈ અંદર તો શ્રીફળ ધરાવવા જ નથી દેતાં, બહાર જ મૂકાવી દે છે. તો મારે આ બધું નથી જોઈતું તું માત્ર સાકરીયાનો પ્રસાદ આપી દે. *(કેમ કે મહિનો પૂરો થવાનાં આરે હોઈ મોટા ભાગ નો પગાર વપરાઈ ગયેલ હોઈ મારી પાસે માપનાં જ રૂ.૧૨૦૦/- ખીસ્સામાં હતાં અને એમાંથી છોકરાઓ ને ઊડન ખટોલા (રોપ-વે) અને રમકડાં અપાવવાની પ્રોમિસ ઘરે થી કરીને નીકળેલો એટલે માપ માં ખર્ચ કરવાનો હતો.)*

આવું તો ચાલતું હશે સાહેબ…..માં અંબા નાં આંગણે આવ્યા છો ને ચૂંદડી ઓઢાડ્યા વગર જશો ??? ચૂંદડી તો લઈ લો…. *(કેમ કે ખાલી સાકરીયા માં તો એમને શું નફો મળે?)* એટલે મે કહ્યું સારૂં ભાઈ ચાલ ચૂંદડી પણ આપી દે…..સાહેબ નાની આપું કે મોટી ??? *( આ પાછું નવું આયું )*…. મેં કહ્યું નાની આપો…..સાહેબ નાની તો બહું નાની આવશે એનાં કરતાં હું તમને મોટી આપી દઊ છું તમે મોટી લઈ જાઓ. એટલા માં જ પાર્કીંગ કરાવનારો દુકાનદાર નો મળતીયો ત્યાં આવ્યો અને દુકાનદાર ને કહેવા લાગ્યો, “ અરે, ભાઈ મંદીર બંધ થાય છે પછી છેક સાંજે ખુલશે. સાહેબ્ ને જલ્દી પ્રસાદ આપી ને છૂટાં કર….ત્યાં દુકાનદારે નીચે પહેલે થી *(ગ્રાહક ને દીખાય નહી તે રીતે)* ચૂંદડી અને સાકરીયા જ ઉપર દેખાય તે રીતે તૈયાર રાખેલ એક તાસ આપ્યો અને એક પહેલેથી જ બનાવેલ બીલ આપ્યું જેમાં રૂ.૧૫૧/- મોટા અક્ષરે લખેલા દેખાયા. બીલ માં અન્ય કંઈ લખેલું ન હતું. એટલે મેં ખીસ્સા માંથી તરત જ રૂ. ૧૫૧/- કાઢી દૂકાનદાર ને આપ્યાં ત્યાં દુકાનદાર અને તેમાં મળતીયાએ “પૈસા પછી આપજો સાહેબ હાલ તમે પહેલા દર્શન કરતાં આવો, મંદીર બંધ થઈ રહ્યુ છે. અમે પેલા ભાઈ ને કહીં ને તમારી માટે જ ખુલ્લું રખાવ્યું છે.” તેમ છતાં મેં વધું ૨ વખત પૈસા ધર્યા પણ તેમ છતાં દુકાનદારે ન સ્વીકાર્યાં *(કેમ કે છેતરપિંડી કરી ને મોટું બીલ બનાવવાનું પેહેલેથી જ આયોજન હતું જે વાત થી હું અજાણ હતો)* અને સાહેબ પૈસા ની કોઈ ઉતાવળ નથી અને તમે પૈસા આપ્યા વગર નહીં જાઓ એ અમ્ને વિશ્વાસછે એવું તેમણે કહ્યું *(આમ પણ મંદીર માં દર્શન કરી ને પાછા આવતા ૩૦ મિનિટ થી વધારે સમય થવાનો ન હતો એટલે પૈસા ની ઉતાવળ નો કોઈ પ્રશ્ન જ ન હતો અને એની દુકાન આગળ જ ગાડી પડી હતી એટલે ગાડી લેવા તો પાછો આવાનો જ હતો એટલે પૈસા આપ્યા વગર જતો રહુ એવું પણ બનવાનું ન હતુ તે તેઓ જાણતા હતાં)* આટલું બધું ભાવનાત્મક વર્તન જોઈ મને થયું કે આટલા બધાં સારા માણસો છે તો ચાલો ને દર્શન કરી ને પૈસા આપશુ…આ વખતે દુકાનદાર પાસે હું જ હતો, મારી પત્ની અને બાળકો થોડે દૂર ગાડી પાસે ઉભા હતાં અને પછી હું, મારી પત્ની અને બન્ને બાળકો સાથે માં અંબા નાં દર્શન કરવા ગયા અને મંદીર માં મારી પત્ની એ આખો તાસ મંદીર નાં પૂજારી ને આપ્યો અને પૂજારીએ બધું માતાજી ને ચડાવી તાસ પાચો આપ્યો અને તેની સાથે એક ચાંદી જેવી દેખાતી ધાતુ નો માતાજી નો સિક્કો પણ તાસ માં પરત આવ્યો. ત્યારે મેં મારી પત્ની ને પુછ્યુ કે આ સિક્કો ક્યાંથી આવ્યો ત્યારે તેણે કહ્યુ કે પૂજારી એ ચુંદડી ચડાવે ત્યારે તાસ માં ચૂંદડી ની નીચે આવી અન્ય ૨-3 વસ્તુંઓ પણ હતી. ત્યાં જ મને ખ્યાલ આવી ગયો કે કંઈક ખોટું છે.

મેં પૂજારી ને પૂછ્યું કે મંદીર બંધ થવામાં કેટલી વાર છે ત્યારે પૂજારીએ કહ્યું હજું તો ૩૦ મિનિટ બાદ મંદીર બંધ થશે *(મતલબ દુકાનદાર અને મળતિયા એ જૂઠ્ઠ બોલી ને મંદિર બંધ થાય છે એવો માત્ર હાઉ ઊભો કરેલ)* ત્યારબાદ દર્શન કરીને પરત આવ્યા બાદ દુકાનદાર પાસે જઈ તાસ પરત આપ્યો અને મેં રૂ.૧૫૧/- તેમને ધર્યા અને ત્યારે દુકાનદારે કહ્યુ, લાવો સાહેબ પેલું બીલ., તમારું બીલ બનાવી દઊ. ત્યારે મેં કહ્યું બીલ તો તમે મને બનાવી ને જ આપેલું છે રૂ.૧૫૧/- નું. ત્યારે એણે કહ્યું એ તો સાહેબ ઉતાવળ માં અધુરું બનાવેલું હતું. આમ, હવે તેણે પોતાનો અસલી રંગ બતાવવાનો ચાલુ કર્યો. આખરે એને રૂ.૧૦૦૦/- નું બીલ બનાવ્યું. અને આખરે ચાલુ થઈ દલીલો…..મેં કહ્યું આટલી બધી વસ્તુઓ ક્યાં હતી? સાકરીયા અને ચૂંદડી જ માંગી હતી….તો કહે સાહેબ તમારે બધી વસ્તુઓ ચેક કરી લેવી જોઈએને……પાકુ બીલ માંગ્યુ તો કહ્યુ કે અમે તો પાકુ બીલ રાખતા જ નથી……કાચા બીલ ઉપર પણ દુકાનનું નામ છાપેલ નહીં એટલે કાયદેસર કાર્યવાહીતો થાય જ નહી….આખરે એમ થયું કે પોલીસ પાસે જઊ પણ સાથે જ બીજો વિચાર એવો આવ્યો કે આવું તો આ લોકો દરરોજ કરતાં હશે એટલે પોલીસ ની બીક તો આ લોકો ને છે જ નહી, કારણ જે હોય તે……આમ, વધારે રક-જક થતાં તેનાં મળતીયાઓ નાં ટોળા ભેગા થવા લાગ્યા…. અને તેવાં માં મારૂ બાળક રડવા લાગ્યુ….આમ, હવે સમય બગાડવો મને વ્યર્થ લાગ્યો ….આખરે તો મારે અને મારા પરીવારે જ હેરાન થવું પડશે એવું મને લાગતા મેં *મારી પાસે પડેલા રૂ.૧૨૦૦/- (બાર સો) માંથી રૂ.૧૦૦૦/- (એક હજાર) દુકાનદાર ને “તું જાણે અને માતાજી જાણે” એમ કહી આપી દીધા. ( પણ એ વાત તો નક્કી છે કે આવા વ્યક્તિઓ ને સરકારી વહિવટી તંત્ર કે ભગવાન કોઈ નો’ય ડર નથી કેમ કે ડર હોય તો માતાજીની સામે સામ બેસી ને આવી છેતરપિંડી ના કરતા હોત !*તો પ્રશ્ન એમ છે કે શું આવા લોકો ને કોઈ જ સીધા કરી શકવા સક્ષમ નથી ???? સામાન્ય જનતા સાથે આ પ્રકાર ની છેતરપિંડી ન થાય તે માટે ના પગલા લેવાની જવાબદારી કોની ???).

*આખરે માત્ર રૂ.૨૦૦/- જ ખીસ્સા માં વધેલા હોઈ મારાં બાળકોની રમકડા લેવાની જીદ અને ઊડન ખટોલા માં બેસવાની ઉત્કંઠંતા નું ત્યાં ને ત્યાંજ બાળ મરણ થઈ ગયુ. હસતા મોઢે નીકળેલા અમે વિલાયેલા મોઢે ઘરે પાછા ફર્યા. આ પ્રસંગ લખવાનો હેતું લોકો આવી છેતરપિંડી પ્રત્યે જાગ્રુત થઈ છેતરપિંડી થી બચી શકે તે માટે નો છે તેમજ આવી છેતરપિંડી સામે સખત કાર્યવાહી જવાબદાર વહીવટીતંત્ર દ્વારા લેવાય તે અંગે વહીવટીતંત્ર નું ધ્યાન દોરવાનો છે. આશા રાખુ કે મારી આ લખાણ માટે કરેલી ૩-દિવસ ની મહેનત ફોગટ નહી જાય. જો તમે ઈચ્છતાં હોવ કે આવા છેતરબાજો નાં ધંધા ઠપ્પ થવા જોઈ તો આ મેસેજ ને વધું માં વધું શેર કરી લોકજાગ્રુતિ ફેલાવવા માં આપનો ફાળો આપશોજી. આવી છેતરપિંડી માત્ર અંબાજી ધામ માં જ નહી પણ અન્ય જગ્યાઓએ પણ બનતી જ હશે….પણ ન બને તે માટે નો આ એક પ્રયાસ છે.