મુંબઈ કાંદાની ખેતી કરનાર ખેડૂતોમાં એવા સમાચારને પગલે આનંદ છવાઈ ગયો છે કે સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણયની જાણકારી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે એક ટ્વીટ દ્વારા આપી છે.સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આવક વધશે, એમ પણ ગોયલે કહ્યું છે.કાંદાની નિકાસ પર સરકારે છ મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો હતો