*ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ*

ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત યોગ ગુરુઓના માર્ગદર્શનમાં યોગ વિદ્યાઓને આત્મસાત્ કરવાનો પ્રારંભ કર્યો હતો. યોગના પિતામહ યોગ ગુરુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં પરમાધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ, કેન્દ્રીય પર્યટનપ્રધાન પ્રહલાદ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ પ્રેમચંદ અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો અને અનેક દેશોથી આવેલા યોગાચાર્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર બાદ આ પ્રસંગે વિવિધ દેશોથી આવેલા કીર્તન બેન્ડ, ફિનલેન્ડ અને ક્યુબાથી આવેલા વિજય કૃષ્ણા અને અન્ય કીર્તનકારોએ સંગીત સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.