*અમદાવાદની CBSE સ્કૂલોમાં નવું સત્ર સ્થગિત*

કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત પણ નીપજી ચૂક્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોના વાઈરસને લઈ તંત્ર સતર્ક થઈ ગયું છે CBSEની સ્કૂલોમાં શરૂ થનારા સત્રને હાલ પૂરતુ સ્થગિત રાખી દેવામાં આવ્યું છે. CBSEના આ નવા સત્રનો પ્રારંભ હવે માર્ચ મહિનામાં થશે.એપ્રિલમાં સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો આ અંગેની માહિતી સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે.