> *રાહુલ – પ્રિયંકા ગાંધી હાથરસ ના પીડિત પરિવાર ને મળ્યા…*
> હાથરસ તપાસ સી.બી.આઇ.ને સોંપાઈ…
> *બે કરોડ સુધીની લોન પર “વ્યાજ નું વ્યાજ” માફ…*
> દેશમાં મીડિયા અને સરકારે ચગાવેલ સુશાંત કેસ મા “ક્યાં ગ્યા હતા, ક્યાંય નહિ” આત્મ હત્યાએ તપાસ અટકી ગઈ…
> *શોર્ય મિસાઈલ કે જે સેટેલાઇટ થી પકડી શકતી નથી તેનું પરીક્ષણ…*
> મેળા, તાયફા ને ઉત્સવો પ્રેમી ધારાસભ્યો ને કોણ સમજાવે કોરોના ની ભયાનકતા.. શશીકાંત પંડ્યા એ જુલૂસ કાઢ્યું ને ઘોડે ચડ્યા..
> *ભાજપ ના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ને ચેક રિટર્ન કેસમાં બે વર્ષ ની કેદ…*
> ન.પા.અને મ. ન.પા.ના સીમાંકન અને અનામત બેઠકો જાહેર કરાયા…
> *લોકો ની જાણકારી માટે હાઈ કોર્ટ રોજ એક ચુકાદો ગુજરાતી મા અપલોડ કરશે…*
> પાસા હેઠળ થયેલ ધરપકડ ને હાઈ કોર્ટ મા સુધી પડકારી શકાશે…
> *કેલિફોર્નિયા ૪૦ લાખ એકર મા જંગલ મા દાવાનળ ૩૧ ના મોત..*
> બિહાર ચૂંટણી મા કોંગ્રેસ અને આર.જે.ડી વચ્ચે સમજૂતી સધાઈ….
> *બિહાર મા આર.જે.ડી ૧૪૪, કોંગ્રેસ ૭૦, અને ડાબેરી ૨૯ બેઠકો પર ચૂંટણી લડશે…*
> ચીન મા શાળા ના બાળકો ને જેર આપનાર શિક્ષિકા ને ફાસી..
> *ભાવનગર આતાભાઇ ચોક મા કોમ્પ્યુટર સેન્ટર સંચાલકો સામે છેતરપિંડી ની ફરિયાદ…*
> ચૂંટણી આવી એટલે વળી કંસારા શુદ્ધિ કરણ નું ખાત મુહૂર્ત…
> *ભાવનગર ના એડવોકેટ નિસર્ગ દેસાઈ ની હાઈ કોર્ટના જસ્ટીસ માટે પસંદગી…*
> ભાજપ ને કોરોના નો ડર નથી,ભાવનગર કાર્યાલય ખાતે જામી ભીડ..
> *વીજ કંપની ના ખાનગીકરણ ની પેરવી સામે કર્મચારીઓ મા રોષ..*
> જિલ્લા મા વી.સી.ઇ.ની હડતાળ નો ત્રીજો દિવસ…
> *આખરે મગફળી ખરીદી ના રજીસ્ટ્રેશન ના કામ શિક્ષકો ને લગાવ્યા..*
> ગારીયાધાર તાલુકા ના પરવડી સરપંચ પુત્ર દ્વારા ખેડૂતો ના ઓન લાઇન અરજી કરવા ૧૦૦ લેખે ઉઘરાણા ની ફરિયાદ…
> *ગુજરાત મા પ્રાથમિક શિક્ષણ બાદ ૨૦% ડ્રોપ આઉટ થાય છે..*
> ગઢડા પેટા ચટણી મા ભાજપ ને ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ….
> *ભાજપ ના હાઈ કમાન્ડ મા ફરિયાદ કે આત્મા રામ ચૂંટાયા પછી પાંચ ને જ ઓળખે છે…*
> ગઢડા બેઠક મા ભાજપ ના બે મહારથીઓ ને સામાજિક જાકારો મળી રહ્યા ની ચર્ચાએ જોર પકડયું….
> *આખા સમાજને સાથે રાખી સરકાર સામે પડેલા બેઉ નેતા ભાજપ મા ગોઠવાઈ ગયા ત્યારે કોઈને પૂછ્યું નથી..ગઢડા ના મતદારો નો મૂડ….*
> સૌરાષ્ટ્ર ને દરેક ચૂંટણીમાં મુશ્કેલી આવતું ઉમેદવારો નો રાફડો ફાટે છે…
> *જ્યાં કામ નથી..કાર્યક્રમો નથી ત્યાં ટિકિટ લઈ ચૂંટણી લડવા નો ઈરાદો માત્ર પોતાના વિકાસ નો…*
> પેટા ચૂંટણી મા ભાજપ કોંગ્રેસ બંને માટે મુશ્કેલી કરકરો નેતા બની ચૂક્યા છે…કામ કરવાની આદત ઓછી થતી જાય છે…
> *બહુ ચર્ચિત બુધેલ ગામના હાલના સરપંચ અનિલ જેતાણી ચાર સભ્યો સાથે કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો…*
> સ્થાનિક સ્વરાજ્ય મા દરેક જિલ્લા મા બહુમતી વસ્તી આધારે પ્રભુત્વ ધરાવતી સીટો અનામત મા ગોઠવવા શાસકો નું કારસ્તાન…
> *ભાવનગર જિલ્લા પંચાયત મા ગત ચટણી મા પાટીદારોની છ સીટ આવી હતી તે બધીજ અનામત મા….*
> સરકાર ને હજુ પાટીદાર ફેક્ટર ની ડર…
> *આગામી ચૂંટણી મા ભાજપ ને ગરીબ..ગામડું ને ખેડૂત વિરોધી નીતિ નો સામનો પરસેવો પડાવશે..*
> ભાવનગર જિલ્લા પંચાયત ના છેલ્લા અઢી વર્ષ નીરસ રહ્યા..
> *ભ્રષ્ટ તંત્ર, ઇજનેરો કે ઇજારદારો સામે તપાસ કે પગલાં ભરવામાં કોઈને રસ નથી…*
> જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ ના તાબામાં સેંકડો તળાવો ઊંડા કર્યા નું રેકર્ડ અને ચુકવણું…
> *સિંચાઇ ના કાર્યપાલક ને તપાસ મા રસ નથી..કોભંડી ઓ ને પ્રોત્સાહન…*
– *લાભુભાઈ કાત્રોડીયા.*