*એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો-નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ*

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે