31stએ હત્યા: અમદાવાદના વસ્ત્રાલના રાધે મોલ નજીક ફાયરિંગ કરી એક શખસે યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ ઘટનાસ્થળે

આજે 2020નો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ફાયરિંગ કરી રાતે એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી બંગ્લોઝ પાસેના રાધે મોલ નજીક એક યુવાન પર ગોળીબાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે.