*મોદી સરકાર આપશે 1 કરોડ રૂપિયા*

દુકાનમાંથી જો તમે કોઈ પણ પ્રકારની વસ્તૂ ખરીદો છો, તો તેનુ પાક્કુ બિલ લેવાનું ભૂલતા નહીં. કેમ કે, આવુ કરવાથી તમને એક કરોડની લૉટરી પણ લાગી શકે છે. હકીકતમાં જોઈએ તો, સરકાર જીએસટીમાં હેરાફેરી રોકવા માટે એક એપ્રિલથી એક એવી લૉટરી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં દર મહિને દુકાનદાર અને ખરીદનારા વચ્ચે થયેલા લે-વેચના બિલને લક્કી-ડ્રોમાં સામેલ કરવામાં આવશે.આ યોજનામાં ભાગ લેવા માટે ગ્રાહકે કોઈ પણ બિલને સ્કેન કરી અપલોડ કરવાનુ રહેશે. જીએસટી નેટવર્ક આ માટે એક મોબાઈલ એપ પણ બનાવી રહી છે. આ એપ મહિનાના અંત સુધીમાં એન્ડ્રોઈડ અને એપલના ગ્રાહકો માટે આવી જશે.1 લાખથી લઈ 1 કરોડ સુધીના ઈનામ જીએસટી પરિષદ આ યોજના પર 14 માર્ચની બેઠકમાં પોતાના મત જણાવી દેશે