*મોદી સરકાર આજથી વેચશે સસ્તૂ સોનુ*

હાલમાં જોઈએ તો, કોરોના વાયરસના કારણે શેર બજારમાં રોકાણકારોના પૈસા દરરોજ ડૂબી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પણ કોરોના વાયરસના કારણે સુસ્તૂ થઈ રહ્યું છે. ખાસ કરીને ચીનમાં કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થામાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેમાંથી બહાર આવવા માટે લાંબો સમય લાગશે.રોકાણકારો સોવરેન ગોલ્ડ બોન્ડમાં 2 માર્ચથી 6 માર્ચ સુધી રોકાણ કરી શકશે. આ ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી સીરીઝ છે. આ વખતે ગોલ્ડ બોન્ડનું ઈશ્યૂ પ્રાઈઝ 4260 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યા છે. જેનું સેટલમેંટ 11 માર્ચ 2020 નારોજ થઈ જશે. એટલે કે, આ દિવસે રોકાણકારોને બોન્ડ મળી જશે.જો કે, આ યોજનાનો લાભ માટે અમુક શરતોનું પણ પાલન કરવાનું હોય છે. પહેલી શરત એ છે કે, કોઈ પણ વ્યક્તિ આખા વર્ષમાં એક જ વાર 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જ્યારે ઓછામાં ઓછા રોકાણ 1 ગ્રામ છે. આના રોકાણકારોને ટેક્સમાં છૂટ મળે છે. આ સ્કીમ અંતર્ગત બેંકમાંથી લોન પણ લઈ શકો