*સરકારની ગોલમાલ 10 વર્ષથી નથી બદલાયા આંકડા*

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું કે જીપીસીબીની વેબસાઈ પર નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા 29 ફેબ્રુઆરીએન અપડેટ તો થયા છે. પરંતુ તેમાં પાણીના આંકડાની લીંક ખોલવામાં આવે તો એ તો નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા વર્ષ 10 વર્ષ પહેલાના જ છે. આ આંકડા અપડેટ કરવામાં આવ્યા જ નથી. દસ વર્ષથી નવા આંકડા અપડેટ ન થતાં ખેડૂત એકતા મંચે જીપીસીબી પર સવાલો ઉઠાવીને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો