*ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થતા તેમને અવકારવામાં આવ્યા.*

 

જીએનએ જામનગર: મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબ્બકે ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકેલ, અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવેલ તથા વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવેલ, અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો. બંનેની નિયુક્તના સમાચાર મળતા જ કાર્યકરો, મિત્રો અને સ્નેહીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને વધાવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ સાહેબ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારવામાં આવી હતી.