નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત પ્રશાંત સુબેનો માનવતાવાદી અભિગમ

 

 

ફરજપ્રસ્ત જીઆરડી જવાન જીગ્નેશભાઈને હાઇવા ચાલકે અડફેટમા લઈ અકસ્માતમા ઈજાગ્રસ્તજવાનને બચાવાયો

 

એમ્બયુલન્સની વ્યવસ્થા કરી સારવાર માટે વડોદરા ખસેડ્યા

 

હમણાં જિલ્લા પોલીસ વડાની બદલી થતા તેમની જગ્યાએ નવા વારાયેલા જિલ્લા પોલીસ વડાપ્રશાંત સુબેની નિમણુંક કરી છે તેમણે હોદ્દાનો ચાર્જ સાંભળી લીધો છે.હજી કામગીરી સંભાળવને સપ્તાહ પણ થયું નથી તેવામા આ પોલીસ વડાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

તાજેતરમા ફરજપ્રસ્ત જીઆરડી જવાન જીગ્નેશભાઈ વસાવાને હાઇવા ચાલકે અડફેટમા લઈ અકસ્માત કરતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.તેમણે તરત જ એમ્બયુલન્સની વ્યવસ્થા કરી વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની તજવીજ કરી પોતાના કર્મચારીને બચાવવાં માનવતાવાદી ઉદાહરણ. પૂરું પાડ્યું હતું.

 

પ્રાપ્ત માહિતી અનુસાર

ઉદારદિલ

પોલીસ હેડક્વાર્ટર જીત નગર ખાતે ફરજ બજાવતા જીઆરડી જીગ્નેશભાઈ ફુલજીભાઈ વસાવા સાંજના સમયે પોતાની ફરજ બજાવી પોતાના ઘેર ઢોલાર ગામ જતા હતા. તે વખતે જીતનગર ચોકડી પાસેથી પૂર ઝડપે પસાર થતા હાઇવા ટ્રકેએની

મો.સા.ને એકદમ જોરથી અથાડી એક્સીડંટ કરી જમણા પગની સાથળના ભાગે

ફ્રેક્ચર કરી તેમજ શરીરે ઇજાઓકરી અડફેટ મા લઈ અકસ્માત કર્યો હતો. જેમાં જવાનને ઇજા થવા પામી હતી. આ વાતની જાણ થતાં જિલ્લા પોલીસ વડાએ આ વિશેની જાણ પી.એસ.આઇ કે કે પાઠકને સૂચના આપતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીગયા હતા. અને અકસ્માત થયેલ જીગ્નેશ ભાઈ ને સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લાવવામાં આવ્યા હતા.એમની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી.તે બાબતે ડોક્ટરનો સંપર્ક કરતા સિવિલ હોસ્પિટલના ડોક્ટર બરોડા સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવા રીફર કરવાની સૂચના આપેલ.ત્યારબાદ પીએસઆઇ કે કે પાઠકે તાત્કાલિક પોલીસ અધિક્ષક નો સંપર્ક કરી તમામ બાબતે અવગત કરાવતા પોલીસ અધીક્ષક પ્રશાંત સુબેએ તાત્કાલિક એમ્બુલન્સ ની વ્યવસ્થા કરાઈ આપી.અને સાથે પી.એસ.આઇ પાઠક ને વડોદરા સાથે જવા સુચના આપતા તેમને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. તેમને સમયસર ટ્રીટમેન્ટ મળતા જીગ્નેશભાઈનું જીવ બચી ગયો હતો.એવા ઉદારદિલ પોલીસ અધિક્ષક

પ્રશાંત સુબેના માનવતાવાદી અભિગમને સૌએ બિરદાવ્યા હતા.

 

આ અંગે હાઇવા ટ્રકચાલક ગાડી નંબર જીજે 05 Au5204 ના ચાલક

સામે રાજપીપલા પોલીસે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા