આજે હનુમાન જયંતિ.. આવો જાણીએ અમદાવાદના બાલા હનુમાન મંદિરનો ઇતિહાસ
અમદાવાદ: બાલા હનુમાન મંદિર ખાડીયા ગાંધીરોડ ખાડીયા ખાતે આવેલું છે. આ મંદિર 450 વર્ષ પુરાણું છે. અહીં અંજનીમાતા હનુમાનજી અને મકરધ્વજજી એમ માતા પુત્ર અને પૌત્ર ત્રણેય એક સાથે એકજ મૂર્તિમાં સ્વયંભૂ બિરાજમાન છે જે અલૌકિક છે .હનુમાનજી પૂર્વાભિમુખ અને સૂર્યને ગળવાની મુખાકૃતિ ધરાવે છે .. આ મૂર્તિ અમદાવાદ સ્ટેશનથી ભદ્રકાળી સુધી પહોળો રોડ કરવાં ખસેડવામાં આવનાર હતી .. પરંતુ મૂર્તિ ખોદીને બહાર કાઢવાનાં પ્રયાસમાં જમીનમાં ઉંડે ધસી ગઇ હતી . જેથી તે આજે પણ જમીનમાં સાત ફૂટ ઉંડે છે .
આ મંદિરમાં દર શુક્રવારે ચાંદીના વરખ ચઢાવી કલેવર (સ્વરૂપ) બદલવામાં આવે છે . પછી ઉપર કપડાંનો વાઘો ચઢાવાય છે . પછી હાર ફુલ તેમજ પાન ઉપર ચંદનથી લખાણ કરી સજાવટ થાય છે . આ મંદિરમાં વર્ષમાં ફક્ત બે વખત જ આરતી થાય છે . (હનુમાન જન્મદિને અને કારતક સુદ પૂર્ણિમા). આ બન્ને દિવસે બેન્ડવાજા સહિત આરતી ઉતારાય છે સાંજે 7-30 વાગ્યે . વર્ષમાં ચાર વખત સોનાનાં વરખથી પણ સજાવટ થાય છે. કાજૂની મિઠાઇનો પ્રસાદ ભગવાનના મુખમાં ધરાવાય છે.
અમો બન્ને પૂજારીઓને (ટ્રસ્ટીઓને) દત્તક લેવામાં આવેલ છે તે પણ એક જોગાનુજોગ કહી શકાય ..
કારતક સુદ પૂર્ણિમાએ અહીં અન્નકૂટોત્સવ ઉજવાય છે . નરકચતુર્દશીએ (કાળી ચૌદશે) અહીં મેશ આંજવાનો મહિમા છે .