*ગાંધીનગરનો ક-રોડ યમધૂત બન્યું*

ગાંધીનગર ગોકુળપુરાથી વાવોલ તરફ જતાં ક-રોડ પર અકસ્માતમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. એક્ટિવા પર ઘર તરફ જઈ રહેલી યુવતી નારાયણનગર નજીક અચાનક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. રખડતા પશુઓ અને ગંદકીથી ઊભરાતા ક-રોડ પર ટ્રક જેવા મોટા વાહનોની સતત અવર-જવરના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક રહીશો લાંબા સમયથી આ રોડને ગંદકી અને પશુઓથી મુક્ત કરાવવા માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર તેમની રજૂઆતો સાંભળતું નથી.અગાઉ ડિસેમ્બર મહિનામાં વાવોલની એક શિક્ષિકા પર ટ્રક ફરી વળતાં તેમનું મોત નિપજ્યુ હતું.રોડ પરથી પસાર થઈ રહેલાં ૩૨ વર્ષીય શિક્ષિકાએ ગંદા પાણીના ખાબોચિયાથી બચવા માટે મોપેડ વાળ્યુ હતું, પરંતુ અચાનક સ્લીપ થઈ ગયા હતા. રોડ પર પટકાયેલા શિક્ષિકા હજુ ઊભાં થાય તે પહેલાં એક ટ્રક યમદૂત બનીને આવી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું