*ભરૂચ ગ્રામસભામાં બે જૂથ વચ્ચે મારામારી*

ભરૂચના કંથારિયામાં ગ્રામસભામાં ગામ તળાવમાં ગંદા પાણી છોડવા બાબતે કરેલ અરજી મામલે બે જૂથ સામસામે આવ્યા જેમાં માજી સરપંચ અને અરજી કરનાર વચ્ચે બોલાચાલી બાદ જબરદસ્ત ઘર્ષણ થયું. ગ્રામસભામાં બોલાચાલી ઉગ્ર થયા બાદ મારામારી થઇ હતી. વિવિધ મુદ્દાઓને લઇ મળેલ ગ્રામસભા અચાનક તોફાની બની ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.