જામનગર: જામનગરના વોર્ડ નં 11 મા રહેતા કરણભાઈ કેશુભાઈ છૈયા BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ ) ની જમ્મુમાં ઉધમપુર ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું.
જેમાં વોર્ડ નં 11 ના કોર્પોરેટર જામનગર મહાનગરના ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર , પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ ડી.પરમાર વોર્ડ શિક્ષણ સમિતિ સભ્ય નારણભાઈ મકવાણા , પ્રમુખ વેલજીભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રવીણભાઇ પરમાર , શહેર યુવા મોરચા કોષાઅધ્યક્ષ જયભાઈ નડિયાપરા, કમલેશભાઈ રૂપારેલ, જયન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ બખ્તર્યા વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.