જામનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.

જામનગર: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમની રૂપરેખા માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે જામનગર બીજેપી યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય જામનગર ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમને લઈ યુવા મોરચાના અધ્યક્ષ દિલીપસિંહ જાડેજાએ માહિતી આપી હતી.દિલીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ભાજપ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 6 એપ્રિલ 2022ના રોજ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માધ્યમથી ભારતના વીર શહીદો તેમજ સ્વાતંત્રસેનાનીઓ માટે આઝાદી અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા સમગ્ર ગુજરાતમાં 3 હજાર કિલોમીટર ફરશે અને આ યાત્રા જામનગર ખાતે 12 તારીખે પણ આવનાર છે ત્યારે જામનગર ખાતે પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.

આ યાત્રાનું વિવિધ વિસ્તારોના રોડ પર ભાજપ કોર્પોરેટર પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ યાત્રાનો હેતુ યુવાઓમાં દેશભક્તિ અને ભારત માટે બલિદાન આપેલ શહીદ વીરોના માટે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રભાવ તેઓમાં જોવા મળે તે છે.આ પ્રેસ વાર્તામાં યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટીયા તથા વિરલ બારડ,યુવા મોરચા ઉપાધ્યક્ષ કાર્યક્રમ ઇન્ચાર્જ દુષિયંત સોલંકી કળશ ના ઇન્ચાર્જ કરશન ડેર, મીડિયા વિભાગ, ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.