*અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્યો પર તીર તાક્યું*

ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર