*શાળામાંથી ગુલ્લી મારવી શિક્ષકોને પડી ભારે શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવી*

મહેસાણાના સતલાસણાના ફતેપુરા પ્રાથમિક શાળાના બે શિક્ષકનો શાળામાંથી ગુલ્લી મારવા મામલે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. શાળાના બે શિક્ષકોમાં એક શિક્ષક બે વર્ષ સુધી નોકરી પર હાજર ન રહેતા ફરિયાદ નોંધાઈ છે. એક શિક્ષક બીજા પ્રાઇવેટ શિક્ષકને શાળા ખાતે મોકલી આપતો અને પોતે આરામ ફરમાવતો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષકને તપાસ દરમિયાન સમગ્ર કાંડ સામે આવ્યું હતું. સરકારના ભથ્થા સહિત પગારનો ગેર ઉપયોગ કરીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના પગલે સરકારના પેસા પરત લેવા તેમજ નોકરીમાં બને શિક્ષકોને બરતરફ કરવા સહિતના મામલે તપાસ હાથ ધરવામાં આવશે.