*ઉત્તર પૂર્વીય દિલ્હીમાં 7 માર્ચ સુધી સ્કૂલો બંધ*

ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે