શેર બજાર બાદ હવે દુનિયાભરમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે એક અગ્રણી ન્યૂઝ એજન્સીના રિપાર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે ઓછી થઈ રહેલી બિઝનેસ ગતિવિધિઓના કારણે શેરબજારોમાં આવેલા ઘટાડા બાદ વેપારીઓએ પોતાને નુકસાનમાંથી બહાર લાવવા રોકાણકારોએ સોનાને વેચ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2013 પછી સોનાની કિંમતોમાં એક દિવસમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.એક્સપર્ટનું માનવું છે કે, તેની અસર ઘરેલૂ બજાર ઉપર પણ જોવા મળશે, કારણ કે, સોનું મોંઘું થવાથી લગ્નસરાની સીઝનમાં પણ લોકો ખરીદીથી દૂર રહ્યા હતા. ગત અઠવાડિયે, ત્રીજા દિવસે સોનું પ્રતિ દસ ગ્રામથી વધારે સસ્તુ થઈ ગયું છે. આગામી સમયમાં સોનાની કિંમતોમાં 3000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.આગામી નીચલા સ્તરે થોડીક રિકવરી આવી શકે છે. પરંતુ મોટી તેજીની આશાઓ હવે નથી. ઘરેલૂ બજારમાં પણ સોનું 5-7 ટકા સુધી સસ્તુ થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે ઘરેલૂ બજારોમાં સોનાની કિંમતો 43,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી ઘટીને 39 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.માર્ચ મહીનામાં દર વખતની જેમ સોનાના ભાવમાં ઘટાડો એક્સપર્ટ જણાવે છે કે, જો છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર નાખીએ તો માર્ચ મહિનામાં ઘણી વખત આપણે જોયું હશે કે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાય છે.
Related Posts
મૃતદેહ ને સાચવી શકાય તે માટે કોલ્ડ સ્ટોરેજ તથા સ્મશાન ગૃહમા ગાર્ડન અને બેઠક વ્યવસ્થા નું પણ આયોજન
વિશેષ સ્ટોરી સમાચાર નો પડઘો : રાજપીપલાના સ્મશાન ગૃહના ગેસ આધારિતબે આધુનિક સગડીના પ્રોજેક્ટ નો પ્રારંભ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ…
CM વિજય રૂપાણીનું નિવેદન
“ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો”
CM વિજય રૂપાણીનું નિવેદન “ત્રીજી લહેર સામે એક્શન પ્લાન બનાવાયો” “ઓક્સિજનથી લઈ સ્ટાફ સુધીની વ્યવસ્થા” “નિષ્ણાતોના મતે ત્રીજી લહેર આવશે”…
20 લાખ ડોઝ માટે પીએમને પત્ર બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને લખ્યો પત્ર તાત્કાલિક માંગ્યા કોરોના વેક્સીનના 20 લાખ ડોઝ
20 લાખ ડોઝ માટે પીએમને પત્ર બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને લખ્યો પત્ર તાત્કાલિક માંગ્યા કોરોના વેક્સીનના 20 લાખ ડોઝ …