દ્વારકા કલેક્ટર અને પોલીસની તટસ્થ તપાસ રંગ લાવી: રાજ્યમાં મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો. ભાણવડમાં બે બહેનોની કરાઈ ધરપકડ.
દેવભૂમિ દ્વારકા: સરકાર દ્વારા ભુમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવા બાબતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે જમીન પચાવી પાડનાર લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ છે..આ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનાહિત કોઈને પણ છોડવામાં નહીં આવે તેવો એક કિસ્સો તંત્ર અને પોલીસ દ્વારા સાર્થક જોવા મળ્યો છે જેમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 2 મહિલાઓ સામે ગુજરાત રાજ્ય અને દ્વારકા જિલ્લામાં પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે જેના માટે 2 મહિલાઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં આવેલ ભાણવડ ગામમાં વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યા પર કબજો કરી તે જમીન પચાવી પાડવાનો ઈરાદો ધરાવતી મૂળ ભાણવડ અને હાલ રાજકોટ સ્થિત મહિલા સહિત 5 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.
ભાણવાડના વેરાડ દરવાજા પાસે આવેલ કરોડોની વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યા સ્કૂલ ચલાવવા માટે આપતા જેની મુદત પૂરી થયાં છતાંય તેનો કબજો પાછો ન આપતા તેને પચાવી પડવાના ઇરાદે મળતીયાઓ દ્વારા ગર્ભિત ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર આરતી દિપક પંડિત અને તેની બહેન કૃપા ભાવિન જાની સહિત સાજણ ગઢવી, રામભાઈ ગઢવી (ભોગાત), નિલેશ મેર(અમદાવાદ) વિરુદ્ધ બાલમંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી હતી.
ટ્રસ્ટીઓ દ્વારા મુદત કાર્ય પૂર્ણ થયા છતાંય કબજો પરત ન કરાતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટર ડો નરેન્દ્ર કુમાર મીનાને રજુઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેક્ટર દ્વારા આ અરજીને ધ્યાનમાં લેતા બાબતની તપાસ ખંભાળિયા પ્રાંત અધિકારી ગુરવને સોંપવામાં આવી હતી અને અધિકારી દારા તપાસ રિપોર્ટ કલેક્ટરને સુપ્રત કરતા જમીન આધારે પોલીસ ગુનો નોંધવા આદેશ બનતા ખંભાળિયા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પીએસઆઈ સોલંકીની રાહબરી હેઠળ જમીન પચાવી પાડવાના પ્રતિબંધિત અધિનિયમ કાયદા હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી બંને બહેનોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.