*ગાંધીના ગુજરાતમાં દારૂ તો પીવાય છે પરંતુ દારૂરાસ અને દારૂથી ન્હાવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે*

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતા દારૂની રેલમછેલ કોઈ નવી વાત નથી. ગુજરાતમાં દારૂ તો પીવાય છે. પરંતુ દારૂરાસ અને દારૂથી ન્હાવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે કચ્છના મુંદ્રાના કાંડાગરા ગામનો છે.
જ્યાં એક લગ્નમાં યુવાનો લગ્નના જશ્નમાં દારૂની રેલમછેલ બોલાવી રહ્યા છે. એકબીજાને દારૂથી નવડાઈ રહ્યાં છે. તો કોઈ પીવડાવી રહ્યાં છે. વીડિયો વાયરલ થતા રેન્જ આઈજીએ કચ્છ એસપીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં છે.અહીં સવાલ એ થાય કે દારૂબંધી સામે રાજ્યમાં આટલો કડક કાયદો છે. પણ શું વીડિયોમાં દેખાતા લોકો સામે કોઈ કડક કાર્યવાહી થશે? દારૂબંધીના છોતરા ઉડાડતા આવા લોકો સામે કડક કાર્યવાહી નહીં થાય તો કચ્છ સહિત ગુજરાતમાં ફરીથી કોઈ ડર વગર આવી ઘટનાઓ સામે આવતી રહેશે અને દારૂબંધીના કાયદાને મજાક ઉડાવનારઓને પણ વેગ મળશે