મેદાને ઉતારવાની તૈયારીમાં રાજ્યસભામાં જવા રાફડો ફાટ્યો
રાજ્યસભાની 2 બેઠક માટે કોંગ્રેસના 8 નેતાઓના નામ પર ચર્ચા સાંભળવા મળી રહી છે. ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવડીયાનું નામ આગળ સંભળાઈ રહ્યું છે. સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી અને મધુસુદન મિસ્ત્રીનું નામ પણ ચર્ચામાં છે. બાલુભાઈ પટેલ, હિમાંશુ વ્યાસે પણ રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાલુભાઈ પટેલ દ્વારા પક્ષ પાસે પહેલીવાર માગણી કરાતા નેતાઓ મુંઝાયા છે. મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરવા કે ન કરવા તે અંગે પણ નેતાઓ અસમંજસમાં જોવા મળી રહ્યા છે.જૂના જોગીઓને સાચવવાની કવાયત એક રીતે કોંગ્રેસની શક્યતા વાળી લિસ્ટ જોયા પછી હવે ગુજરાત કોંગ્રેસનાં એક સમયના સિંહોને રાજ્યસભામાં મોકલવાની કવાયત આદરી રહ્યું છે. આ તમામ નેતાઓ હવે ગુજરાતના રાજકારણમાં ખૂબ ઓછા દેખાય છે. ગુજરાત કોંગ્રેસની બાગડોર હવે પરેશ ધાનાણી અને અમિત ચાવડા જેવા નેતાઓના હાથમાં છે.