સુરત અમર જવેલર્સમાં લૂંટ ઈરાદે પાંચ રાઉન્ડ ફાયરિંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે

સુરતના વરાછા વિસ્તારમાં મિનિબજાર ખાતે આવેલા અમર જવેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. ત્રણ લોકો દ્વારા પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતુ. જો કે ત્રણમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ફાયરિંગમા એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.