*મોડાસા તાલુકાની કુડોળ શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી લોકોએ રૂમમાં પૂરી મેથીપાક ચખાવ્યો*

મોડાસા તાલુકાની કુડોળ પ્રાથમિક શાળામાં શિક્ષકે 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી આ મામલે વિદ્યાર્થીનીએ જ્યારે તેના પરિવારજનોને વાત કરી. ત્યારે વિદ્યાર્થીનીના પરિવારજનો ભારે રોષે ભરાયા હતા અને શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓના વાલી પણ શાળાએ આવી પહોચ્યા હતા અને તેમણે હોબાળો મચાવ્યો હતો.સાથે જ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં શાળામાં આવી પહોચ્યા હતા અને તેમણે શિક્ષકને રૂમમાં પુરીને મેથીપાક આપ્યો હતો. ઘટનાને કારણે નાયબ જીલ્લા શિક્ષણ અધિકારી સહીતના શિક્ષક સંઘના પ્રમુખ દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી