ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે, ગઢીયા ડુંગર પર વાંકાનેરનાં રાજવી અમરસિંહજી ઝાલાએ બનાવેલ પેલેસ વિશ્વ વિખ્યાત છે, !?, આ પેલેસમાં અસંખ્ય ફિલ્મોંનાં શુટિંગ થયાં છે, તેમાં પનાહ ફિલ્મનાં ટાઇટલ આ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં આપેલ છે, તો mataru ki bijali ka mandola ફિલ્મનું ઘણું શૂટિંગ આ પેલેસમાં થયું હતું ચોમાસામાં ગ્રીન વૃક્ષો વચ્ચે પેલેસ અદ્ભૂત લાગે છે, મારું વતન વાંકાનેર એટલે તેના પ્રત્યે લગાવ તો હોય આજે સવારથી બેસીને આ પેલેસ બનાવ્યો વોટર કલરનાં માધ્યમથી સાઈઝ 18+12 છે આપ પણ વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ નિહાળી કોરોનાકાળમાં પુલકિત બની જાવ…. ચિત્રકાર ભાટી એન.