ચેમ્બરના ઘણા સભ્યો સિનિયર સિટીઝન છે અને તેમના ઉપર કોરોના નું વધારે જોખમ રહેલું છે : રોહિત શાહ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી યોજવાનું લગભગ નક્કી થઈ ગયું છે. ત્યારે જ ચેમ્બર સાથે છેલ્લાં 35 વર્ષથી જોડાયેલા અને ચેમ્બરમાં સેક્રેટરી તથા ટ્રેઝરર તરીકે સેવા આપનાર 75 વર્ષીય રોહિત શાહે કોરોનાની મહામારી વચ્ચે સિનિયર સિટીઝન સભ્યો મતદાન કરવા આવે તો તેમના ઉપર કોરોના સંક્રમણ નું જોખમ વધારે હોય ચૂંટણી મુલતવી રાખવા માટે કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહ્યું કે હા અરજીના અનુસંધાનમાં કલેકટર શું નિર્ણય લે છે?
ચાલુ વર્ષે ચેમ્બરની ચૂંટણીમાં રોજે રોજ નવા નવા વિવાદ ઊભા થઈ રહ્યા છે. ત્યારે જ ચેમ્બરના એક સભ્ય અમિત લાલચંદ શાહ દ્વારા ચૂંટણી રદ કરવા માટે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ચેમ્બરના આજીવન સભ્ય રોહિત શાહે કલેકટરની એવી રજૂઆત કરી છે કે “કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 4 ની જોગવાઇ મુજબ 21 સપ્ટેબર પહેલાં 100 વ્યક્તિઓ માટે ની મનાઈ છે.21 સપ્ટેમ્બર પછીજ છૂટ મળશે.
વળી હજુ 65 વર્ષથી માટી વયના વ્યક્તિને બહાર ન નીકળવા ની માર્ગદર્શક સૂચનાઓ છે, આવા સનજોગો માં મોટાભાગના એસોસિએશનના સભ્યો 60 વર્ષથી ઉપરના છે. તો બહારગામથી મતદાન માટે કોઈ આવી નહિ શકે. સ્થાનિક માં પણ મારા જેવા સભ્યો 60 વર્ષની વયની મર્યાદા ની બહારના 35 % જેટલા લોકો મતદાનથી વંચિત રહે તેવી સ્પષ્ટ સંભાવના છે.
સંસ્થામાં લોકશાહીનું પાલન થાય તે માટે
આપ આ પ્રકારની અવ્યવસ્થા અને અસમતુલા ન થાય તે માટે આ ચૂંટણી તારીખ અંગે પુનવિચારના સંસ્થાના લાંબા ગાળાના હિતમાં કરો અને હાલ ની અસામાન્ય પરિસ્થિતિ માં ચૂંટણીને મુલતવી રાખવા નિર્ણય કરો તેવી વિનંતી. “.
વધુમાં તેમણે એવી પણ રજૂઆત છે કે વર્તમાન સમયમાં રાજ્યભરમાં અતિભારે વરસાદ થયો હોવાને કારણે પણ બહાર ગામથી ચેમ્બરના સભ્યો મતદાન કરવા આવી શકે તેવી સ્થિતિમાં નથી માટે ચૂંટણી મુલતવી રાખવી અનિવાર્ય છે. હવે ચેમ્બરના સિનિયર સિટીઝન સભ્ય રોહિતભાઈ શાહની રજુઆત બાદ કલેકટર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.