દેડીયાપાડા ઉપરાંત સેલંબાના બજારો પણ સજ્જડ બંધ.

દેડીયાપાડા, સાગબારા તાલુકામાં કોરોનાના કેસો વધતા દેડીયાપાડા ઉપરાંત હવે સેલંબા તેમજ આજુબાજુના ખાપર,અકલકુવાના બજારો બંધ ચાર દિવસ માટે બંધ રહેશે.

તા.11 /4/ 21 થી 15/4/21 સુધી ચાર દિવસ માટે બજારો બંધ રાખવા વેપારી મંડળનો નિર્ણય.

રાજપીપલા, તા.11

દેડિયાપાડા સાગબારા તાલુકામાં કોરોનાના કેસો વધતા જતા હોય,હવે જનતાને જાતે જ કર્ફ્યુ લગાવવાનો વારો આવ્યો છે.ત્રણ દિવસ માટે સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવે દેડીયાપાડા ઉપરાંત હવે સાગબારા તાલુકામાં પણ કેસો વધતા સેલંબા તેમજ આજુબાજુના ખાપર, અક્કલકુવાના બજારોને ચાર દિવસ માટે બંધ રાખવાનું વેપારીઓએ નિર્ણય લેવાતા આજે બજારો સજ્જડ બંધ રહ્યા હતા.

વેપારી મંડળના જણાવ્યા અનુસાર તા.11/4/21 ને રવિવારના રોજ સાંજના 4 કલાક થી 15 /4/ 21 ને ગુરુવાર સુધી ચાર દિવસ માટે સમસ્ત સેલંબા ગામ અને (શાકભાજી,કરિયાણા,કાપડ, અનાજ,ખોટલ,ઇલેક્ટ્રોનિક,પાનના ગલ્લા અને અન્ય તમામ )વેપાર બંધ રાખવા વેપારી મંડળ ની તા.10 /4 /20ના રોજ સાંજના 5 કલાકની મિટિંગમાં વધતી જતી કોરોનાની મહામારી ને ધ્યાને લઇને તેમજ આજુબાજુ દેડીયાપાડા, ખાપર, અકકલકુવાના બજારો બંધ હોવાથી જાહેર જનતાના હિત માટે અને કોરોનાની સાંકળ તોડવા આ સ્વેચ્છિક નિર્ણય લીધેલ છે. જે સૌને આ નિર્ણયનો અમલ કરવા જણાવાયું છે. જોકે આવશ્યક સેવાઓ માં આવતા મેડીકલ અને દવાખાના ચાલુ રહેશે.

લોકોને માફ ફરજિયાત પહેરો,સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, વેક્સિન લો,સમયસર આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની પણ અપીલ કરી છે.આજે સેલંબા ના બજારો બંધ રહ્યા હતા.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા