ભરૂચ શહેર શીતલ સર્કલ નજીક “પે એન્ડ પાર્કીંગ” માંથી ચોરીની બાઇક તથા ચોરીની બાઇકની ચેચીસ સાથે બાઇક ચોરને ઝડપી ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે.ની બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.(મનિષ કંસારા, ભરૂચ દ્વારા)

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા વાહન ચોરીઓના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે. પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા એલ.સી.બી.ના માગદર્શન અને સુચના મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચના અન્વયે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી વર્ક આઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમા હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે આવેલ “શ્રી હીંગળાજ પે એન્ડ પાર્કીંગ” માંથી મિતેષકુમાર બાબુભાઈ ડાભીને ચોરીના બાઇક તથા ચોરીની બાઇકની એક ચેચીસ સાથે પકડી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીની ઘનિષ્ટ અને ઉંડાણપુર્વકની પુછપરછમાં ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ની એક મોટર સાયકલની ચોરીનો ગુનો શોધી કાઢવામા સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી ડીપ્લોમા મિકેનીકલ નો અભ્યાસ કરેલ છે તથા ફાયર સેફ્ટીનો ૩ વર્ષનો કોર્ષ કરેલ છે. તેમજ છેલ્લા છ વર્ષ થી ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે “શ્રીહીંગળાજ પાર્કીંગ સ્ટેન્ડ” નામથી વેપાર ધંધો કરે છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર “સી” ડિવિ.પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે અને ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે.માં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીનું નામ: મીતેષકુમાર બાબુભાઈ ડાભી રહેવાસી. ડી-૧૦૧૯, ખપ્પર માતાના મંદીર પાસે ભાલીયાવાડ વેજલપુર તા.જી.ભરૂચવોન્ટેડ આરોપીનુ નામ: રવિ ઉર્ફે બોબડા શોટ વસાવા રહે.વડોદરા કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) મો.સા. નંબર GJ-16-BP-3625 કિં. રૂ. ૧૬,૦૦૦/- (૨) મો.સા.ની ચેચીસ નંબર- MBLHA10CGG4A06167 જે મો.સા.રજી.નં.GJ-23-BF-9820 કિં. રૂ.3000/- કુલ મુદ્દામાલ કિં. રૂ.૧૯,૦૦૦/- શોધી કાઢેલ ગુનાઓ: (૧) મો.સા. નંબર GJ-16-BP-3625 અંગે ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. પાર્ટ એ ૧૬૭૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૨) મો.સા. ચેચીસ નંબર- MBLHA10CGG4A06167 આધારે વધુ તપાસ કરતા મો.સા.નં. GJ-23-BF-9820 નું ડીસેમ્બર ૨૦૨૧ મા ભરૂચ મઢુલી સર્કલ પાસેથી ચોરાયેલ હોવાની ખાત્રી થયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારી: પો.સ.ઇ. જે. એમ. જાડેજા તથા પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ તથા અ.હે.કો. જયેન્દ્રભાઈ, અ.હે.કો. હિતેશભાઈ, અ.હે.કો. સંજયદાન, તથા પો.કો. મહીપાલસિંહ, પો.કો. શ્રીપાલસિંહ, વિશાલભાઈ વેગડ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામા આવેલ છે.