ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વ્યક્ત કરતાં કોહલીએ શેર કર્યો વિડીયો

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા હતા. આટલી વિશાળ સંખ્યામાં ફોલોઅર ધરાવતા વિરાટ કોહલી એક માત્ર ક્રિકેટર છે. ઉપરાંત માત્ર ભારત જ નહી પરંતુ એશીયામાં તે પ્રથમ સેલીબ્રીટી છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ છે. આ ખુશીને મનાવવા માટે વિરાટે ખાસ વિડીયો શેર કરી પોતાના ફોલોઅર્સનો આભાર માન્યો છે.