દારૂબંધીની ઐસી કી તૈસી, કચ્છ બાદ સુરત ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 52 લોકો ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુ્મ્મસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ ઈયર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી હેઠળ મહિલા-પુરુષ સહિત કુલ 52 લોકોને ફાર્મ હાઉસ પરથી ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ દારૂની મહેફિલ માનતા આશરે 52 જેટલા શંકાસ્પદ લોકોને ઝડપી પાડી ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે લાવામાં આવ્યા હતા. જેમાં 39 જેટલા નબીરાઓ અને 13 જેટલી યુવતીઓ સામેલ હતી. તમામના પરિવારોને જાણ થતાં કારના કફલાઓ સાથે ડુમ્મસ પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા નજરે આવી રહ્યા હતા. રાજ્ય સરકારની દારૂબંધીના કડક દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. સુરતના ડુમ્મસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લિપ ઈયર પાર્ટીની અંદર ચાલી રહેલી દારૂની મહેફિલને ડુમ્મસ પોલીસે ઝડપી પાડી છે. આશીર્વાદ ફાર્મ પર 29 ફેબ્રુઆરીની લિપ ઈયર પાર્ટીનું નબીરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક યુવતીઓને પણ આમંત્રિત કરાઈ હતી.

ફાર્મ હાઉસ પર એક તરફ દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યાં બીજી તરફ ડુમ્મસ પોલીસે અહીં છાપો મારી રંગમાં ભંગ પાડયો હતો. લિપ ઈયર પાર્ટી દરમિયાન વધુ લોકો દારૂના નશામાં મળી આવ્યા હતા. પોલીસે બ્રેથ એનેલાઈઝર મશીન દ્વારા તપાસ પણ કરી. જ્યાં તમામ લોકો દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું હતું. ફાર્મ હાઉસ પરથી પોલીસને ત્રણ પેટી બિયર એટલે કે 72 નંગ તેમજ વોડકાની ત3 બોટલો મળી આવી હતી. જે દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો. પોલીસે 13 જેટલી ફોર વ્હીલ કાર કબ્જે કરી હતી. ઝડપાયેલ તમામ લોકોને સુરત નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જે તમામ નબીરા મોટા ઘરાણાથી હોવાનું જાણવા મળેલ છે.
Sureshvadher only news group
9712193266