જામનગર: જામનગરના વોર્ડ નંબર -૨ માં મૈત્રી લેડીઝ કલબ દ્વારા સતત બીજો આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નંબર -૨ના નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો, અને સેવાકીય સંસ્થાની બહેનો ના માધ્યમ વડે ખૂબ જ સરળતાથી ઇ-શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ મેળવ્યા હતા.
રાજ્ય સરકારની ચાલતી આયુષ્માન કાર્ડ તથા ભારત સરકારની ઇ-શ્રમ કાર્ડ યોજના અંતર્ગત ગઈ કાલે રવિવાર તારીખ ૨૭ ના રોજ વોર્ડ નંબર -૨ માં કે.પી. શાહની વાડીમાં સરસ્વતી સ્કૂલ ખાતે સતત બીજા રવિવારે ભાજપ શહેર સંગઠનના મંત્રી તથા મૈત્રી લેડીઝ ક્લબના પ્રમુખ ભાવિશાબેન ધોળકિયા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો પ્રારંભ જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપના અધ્યક્ષ ડૉકટર વિમલભાઈ કગથરા શહેર સંગઠનના મંત્રી દિલીપ સિંહ કંચવા, વોર્ડ નંબર -૨ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, વોર્ડના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, વોર્ડ ના મહામંત્રી સી.એમ. જાડેજા, હિતેશભાઈ વસાણી તથા વોર્ડના હોદ્દેદારો, વોર્ડ નંબર -૩ ના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, પૂજાબેન તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વોર્ડ નંબર -૪ ના કોર્પોરેટર જડીબેન સરવૈયા,વોર્ડ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, તેમજ વોર્ડના મહિલા મોરચાની ટીમ, વોર્ડ નંબર -૧૫ ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા સહિતના અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પનો સ્થાનિક વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે મૈત્રી લેડીઝ ક્લબના ધર્મિષ્ઠા બેન ભટ્ટી, હંસાબેન દવે, ગીતાબેન સોલંકી, પ્રિયાબેન પરમાર, તથા દવે ભાઈ, ભાવેશભાઈ સોની, અમરદીપ દવે, વિમલભાઈ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.