કુંવરપુરા ગામે ગૌરીવતની બહેનોને સૂકામેવાનું વિતરણ

કુંવરપુરા ગામે ગૌરીવતની બહેનોને સૂકામેવાનું વિતરણ

રાજપીપલા, તા 25

નાંદોદ તાલુકાના કુંવરપુરા ગ્રામ પંચાયતમાં પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત કરતી બાળાઓ ને કાજુ.બદામ.અંજીર.પિસ્તા.અખરોટ.દ્રાક્ષ. જેવા ડ્રાયફ્રુટ્સ તેમજ શ્રીખંડ નું વિતરણ કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા તેમજ શાળા પરિવાર અને અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં તમામ નાની જે બાળાઓ ગૌરી વ્રત કરતી બાળાઓને વિતરણ કરવામાં આવ્યું,હતું અને કોરોના મહામારીમાં જે બાળકો વેકેશન દરમિયાન તેમજ ચાલુ સ્કૂલે શું ભણ્યા અને એમને શું એક્ટિવિટી આવડે છે અને ઘરે બેઠા શું એ બાળકો હોમવર્ક કરી રહ્યા છે તેમને કેટલું આવડે છે એવા બાળકો સાથે આજરોજ વિવિધ પ્રકારના પ્રશ્નોતરી કરીચર્ચા કરી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા