*નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ખર્ચનો સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો*

વિધાનસભામાં પ્રથમ વખત CMએ ટ્રમ્પ પાછળ ખર્ચનો સત્તાવાર આંકડો આપ્યો છે. જો 8 કરોડ રોડ અને રસ્તાઓ માટે વપરાયા તો બીજો ખર્ચ કોણે કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતી પણ આ બાબતે મગનું નામ મરી પાડી રહી નથી. શરૂઆતથી જ આ કાર્યક્રમ પાછળ 120થી 130 કરોડનો ખર્ચ થયો હોવાના પ્રશ્નો ઉઠ્યા છે. ખર્ચ બાબતે સરકારે જવાબ ન આપવો પડે એટલે રાતોરાત એક સમિતીની પણ જાહેરાત થઈ હતી. હવે સીએમે 8 કરોડનો ખર્ચ જાહેર કરી આ બાબત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.