આનંદ હોસ્પિટલમા 20 બેડની સુવિધા. અને આઈસીયુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.

આનંદ હોસ્પિટલને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી અપાય.
આનંદ હોસ્પિટલમા 20 બેડની સુવિધા. અને આઈસીયુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.
રાજપીપળા,તા.16
નર્મદા જિલ્લામાં વધતા કોરોનાના કેસની વચ્ચે ખાનગી હોસ્પિટલને પણ કોરોનાની ટ્રીટમેન્ટ કરવા માટે પરમીશન આપવામાં આવી છે.નર્મદા જિલ્લામાં અત્યાર સુધી એક જ કોવીડ હોસ્પિટલ હતી.જે તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી હતી. પણ હાલની પરિસ્થિતિ જોતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આનંદ હોસ્પિટલને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આનંદ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે તમામ સગવડ છે.આનંદ હોસ્પિટલમાં આઇસોલેસન વોર્ડની પણ સુવિધા છે. જેથી દર્દીને સારવાર સારી રીતે મળી રહે.જો કે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલ ને સારવાર આપવાની મંજૂરી આપવાથી સરકારી હોસ્પિટલમાં જે રસ વધી ગયો છે.તે દૂર થશે અને દર્દીઓને યોગ્ય સારવાર પણ મળી રહેશે .
નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓ નો સતત વધારો થઈ રહ્યો છે અને જિલ્લામાં માત્ર એક જ રાજપીપળા કોવીડ હોસ્પિટલ છે. નર્મદામાં કોરોના પોઝિટિવ ના 140 દર્દીઓ સારવાર હેઠળ છે. અને રોજના 30 થી 40 દર્દીઓ આવી રહ્યા છે. જેમાં પણ રાજપીપળા કોવીડ હોસ્પિટલમાં માત્ર 1 સર્જન 2 બાકી આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરોથી ગાડું ગબડાવી છે મૃત્યુ આંક 15 પર પહોંચ્યો ત્યારે ગંભીર પરિસ્થિતિ વાળાને નાછૂટકે વડોદરા,સુરત ખાનગી તબીબો નો સહારો લેવો પડે છે. એટલે આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળાની આનંદ હોસ્પિટલ ને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.ત્યારે લોકોને રાજપીપળામાં ખાનગી સુવિધા ઊભી થતાં એક રાહત થઈ છે. આજે આ આનંદ હોસ્પિટલ માં 20 બેડની સુવિધા કરવામાં આવી છે. અને આઇસીયુ સુવિધા સાથે શરૂ થતા હવે નર્મદા જિલ્લા વાસીઓને રાહત થઈ છે.જે માટે સાંસદ મનસુખ વસાવાએ આ હોસ્પિટલને આપવા માટે ભલામણ કરી હતી.આજે ખાનગી હોસ્પિટલ શરૂ કરાતાં જ 10 કોરોના દર્દી વાર મળતા અનેકના જીવ બચી જવા પામ્યા છે.
જોકે ડો ગિરીશ આનંદે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર થશે પણ વેન્ટિલેટર ની સગવડ નથી તે માટે સરકારના નોમર્સ પ્રમાણે કોરોનાના 1 દર્દી માટે 5 ડૉક્ટર અને 10 નર્સિંગ સાથે નો સ્ટાફ જોઈએ જે હાલ શક્ય નથી પણ અહીં સારવાર કરવાથી દર્દીને વેન્ટિલેટર સુધી જવાની જરૂર નહીં પડે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા