ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો. જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ.

ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે કે જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત કરવાની કરી માંગ છે.
જેમાં જણાવ્યું છે કે કેવડીયા છ ગામ અસરગ્રસ્ત તથા ગરુડેશ્વર ડેમના અસરગ્રસ્તોની જમીનોમાં તાર ફેન્સીંગ ને લઇને સ્થાનિક આદિવાસી અસરગ્રસ્તોની તથા નિગમના અધિકારી પોલીસ વચ્ચે છેલ્લા 10 દિવસથી સંઘર્ષ વધી રહ્યો છે ગુજરાતના આદિવાસી સંગઠનો પણ સતર્ક રસ્તો ના સમર્થનમાં આવી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના આગેવાનો પણ સમર્થનમાં આવ્યા છે જેને લઇને એક સંઘર્ષ નું વાતાવરણ બની રહ્યું છે.
તેથી આપ ને મારી નમ્ર ભરી અરજ છે કે આપણી મધ્યસ્થી કોઈપણ કાયમી ઉકેલ લાવવામાં આવે અને જ્યાં સુધી કોઇ ઉકેલ નહીં આવે ત્યાં સુધી તાર ફેન્સીંગ નું કાર્ય સ્થગીત રાખવામાં આવે તે માટે યોગ્ય ઘટતું કરવા જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા