*મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને રૂપાણી સરકારે પડતી મૂકી*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.