સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પ્રદેશ પોલીસની ટીમે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ રેડ કરી હતી

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પ્રદેશ પોલીસની ટીમે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ રેડ કરી હતી . પોલીસે આ કાર્યવાહીમાં અંદાજે 16 લાખની કિંમતનો દોઢ ટન જેટલો ગુટખા તમાકુનો જથ્થો ઝડપી પાડયો હતો.અને જે લોકો ગેરકાયદેસર રીતે ગુટખાનું વેચાણ કરી રહ્યા હતા . તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . દાદરાનગર હવેલીમાં ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ છે . અને પ્રતિબંધનો ભંગ કરનાર વિરુધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે . એવા સમયે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશમાં ગલ્લા અને દુકાનો પર ચોરી છૂપીથી ગુટખાનું વેચાણ થઇ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી . આથી પોલીસની ટીમે નો ટોબેકો મિશન હાથ ધર્યું હતું . જેમાં દાદરા નગર હવેલીના વિવિધ પોલીસ સ્ટેશનનો , સ્પેશ્યલ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની 56 ટીમો જોડાઈ હતી.અને પ્રદેશમાં 570 થી વધુ જગ્યા ઉપર રેડ કરી હતી . આ રેડ દરમિયાન પોલીસે અંદાજે 16 લાખ રૂપિયાની કિંમતનો દોઢ ટન ગુટખા અને તમાકુનો જથ્થો ઝડપી પાડી ગેરકાયદેસર રીતે ગુટખાનું વેચાણ કરતાં લોકો વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી