*સીબીઆઈ VS સીબીઆઈ કુમાર બસ્સી અને સતીશ ડાગર એકબીજા સાથે કોર્ટમાં જજ સંજીવ અગ્રવાલે સામે મારામારી*

કોર્ટમાં સુનાવણી દરમિયાન કેસ સાથે જોડાયેલા તપાસ અધિકારીઓ એકબીજા સાથે કોર્ટ રૂમમાં જ ઝગડવા લાગ્યા હતા બંને અધિકારીઓને લગાવી ફટકાર કોર્ટની અંદર કેસના પ્રથમ તપાસ અધિકારી અજય કુમાર બસ્સી અને બીજા આઈઓ સતીશ ડાગર સામસામે આવી ગયા હતા આ મામલો ઝપાઝપી સુધી પહોંચતો જોઈને કોર્ટે બંને અધિકારીને ખૂબ જ ફટકાર લગાવી હતી કોર્ટના જજે આ મામલા પર બંનેને રોક્યા હતા અને ખૂબ જ ફટકાર લગાવી હતી જજે કહ્યુ કે તમે બંને એક જ સંસ્થામાંથી છો અને અહીં લડી રહ્યા છો. તમારા બંને કરતા મોટી સંસ્થા છે અજય કુમાર બસ્સી કોર્ટને પોતાની તપાસ વિશે જાણકારી આપી રહ્યા હતા તે દરમિયાન જ સતીશ ડાંગરે તેમને રોક્યા હતા અને કહ્યુ કે બસ્સી જે કરી રહ્યા છે તે કેસ ડાયરીમાં લખ્યુ નથી આ વાત પર અજય કુમાર બસ્સી અને સતીશ ડાગર એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા આ કેસમા તપાસ અધિકારીઓની એકબીજાની ખેંચતાણ અને ઝગડાથી નારાજ થયા હતા જજ સંજીવ અગ્રવાલે સૂચના આપી છે કે આ પ્રકારની હરકતો ને કોર્ટમાં બીજી વખત રીપીટ કરવામાં આવે નહી આ મામલાની આગામી સુનાવણી 7 માર્ચના રોજ કરવામાં આવશે