*કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ કેજરીવાલ આપી મંજૂરી*

દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશિયલ સેલને દિલ્હીની કેજરીવાલ સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ હવે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર કથિત રીતે દેશદ્રોહનો કેસ ચાલશે.સ્પેશિયલ સેલને આ મામલે મંજૂરી મળવાની ફાઈલ છેલ્લા કેટલાય સમયથી લટકી રહી હતી. હવે જ્યારે કેજરીવાલ સરકારે સ્પેશિયલ સેલને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે દેશદ્રોહની કલમ હેઠળ કેસ ચાલશે. આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલીદ બસીર પર પણ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.