*નર બકરાને આંચળ નીકળી આવ્યા ચાર લીટર દૂધ આપે છે*

અમીરગઢમા કુદરતનો ચમત્કાર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીંયા એક બકરો દૂધ આપી રહ્યો છે. તેવી સત્ય ઘટના સામે આવી છે. અમીરગઢના બાલુન્દ્ર ગામમાં રહેતા માનભાઈ રબારીનો બકરો રોજનું ચાર લીટર દૂધ આપે છે. ચાર વર્ષ અગાઉ આ બકરાનો જન્મ થયો હતો. અને બકરાને બકરીની જેમ સ્તન નીકળી આવ્યા. જેથી તેના માલિક સહિત ગામના લોકો પણ અચરજ પામી ગયા હતા. પરંતુ વધુ અચરજ ત્યારે થયું જ્યારે આ બકરાને દોહતા તેણે દૂધ આપ્યું હતું. અને તેનું દૂધ પીવા માટે ઉપયોગમાં પણ લેવાઈ રહ્યું છે.