અમદાવાદ: ગોલ્ડન કટાર પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન શ્રીમતી મોનિકા વાધવા દ્વારા ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે 14 ફેબ્રુઆરી 2022ના રોજ મહિલા સશક્તિકરણ માટેના અગ્રેસર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત કાપડ મંત્રાલયના ‘સમર્થ’ પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. હાલમાં સેવા આપી રહેલા ત્રીસ જવાનોની ધર્મપત્નીને બે મહિના સુધી સાદડી/રજાઇ વણાટ માટેની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ માટે કારીગર કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને શ્રીમતી મોનિકા વાધવા દ્વારા આ કાર્ડ્સ તમામ ત્રીસ તાલીમાર્થી મહિલાઓમાં વિતરિત કરવામાં આવ્યા હતા.
શ્રીમતી મોનિકા વાધવાએ આ પ્રસંગે સંબોધન દરમિયાન મિલિટરી સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તમામ સહભાગી મહિલાઓને તેમના પરિવારની આવકમાં વૃદ્ધિ કરવા માટે તેમનું કૌશલ્ય ખીલવવામાં અને વિકસાવવામાં આ અનન્ય તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી હતી.
ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવેલા મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ ‘સમૃદ્ધિ’થી મહિલાઓના સશક્તિકરણમાં લાંબાગાળાના લાભો થશે.